તૂર્કીમાં ભણતા વિદ્યાર્થીઓનું ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ- 2 દીકરી અને 2 યુવકોના મોતથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો પરિવાર



4 Gujarati students killed in car accident in Turkey: આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે તુર્કીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં તુર્કીમાં અભ્યાસ કરતા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનું અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. બે કાર સામસામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માતમાં બે છોકરીઓ સહિત ગુજરાતના ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજાનો દિવસ હતો એટલે ફરવા નીકળ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા. મૃતકોમાં પોરબંદરના બે, બનાસકાંઠાના એક અને વડોદરાના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

મૃતકોનાં નામ
1. પ્રતાપભાઈ ભૂવાભાઈ કારાવદરા
2. જયેશ કેશુભાઈ આગઠ
3. અંજલિ મકવાણા
4. પૃષ્ટિ પાઠક

તુર્કીના કિરેનિયા પાસે થયેલા અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓના મોત થયા હતા. પરિવારે મૃતદેહોને વહેલી તકે ઘરે લાવવાની માંગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૃષ્ટિની માતા તુર્કીમાં છે અને પૃષ્ટિના અંતિમસંસ્કાર ત્યાં કરવામાં આવ્યા છે.

મૃતક અંજલિ મકવાણાની તસવીર

બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની 21 વર્ષીય અંજલી મકવાણા તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટી પૂર્ણ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી. જોકે, રજાનો દિવસ હોવાથી યુવતી તેના ગુજરાતી મિત્રો સાથે કાર લઈને ફરવા નીકળી હતી.

આ દરમિયાન કિરેનિયા નજીક હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ટક્કર મારતાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં મુસાફરી કરી રહેલા ભાંગરોડિયાના અંજલી મકવાણા સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ભાંગરોડિયા ગામની યુવતીનું વિદેશની ધરતી પર મોત થતાં તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

Post a Comment

0 Comments