શતાબ્દી મહોત્સવમાં ચોરી કરવા પોહ્ચેલા ચાર ચોરોને થયા સાક્ષાત પ્રમુખ સ્વામીના દર્શન -સત્ય પ્રસંગ જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

 


Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. સરદાર પટેલ રિંગ રોડ પરના ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે યોજાયેલા આ મહોત્સવમાં દરરોજ એક લાખથી વધુ ભાવિક ભકતો પ્રમુખસ્વામી નગર નિહાળવા પહોંચે છે. પ્રમુખ સ્વામી નગર એટલું ભવ્ય અને વિશાળ છે કે, એક દિવસમાં બધુ વ્યવસ્થિતિ રીતે જોઈ લેવું કદાચ શક્ય ન પણ બને. શતાબ્દી મહોત્સવમાં દરરોજ હજારો લોકો દર્શને આવી રહ્યા છે. ત્યારે આ નગરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે.


આ એક સત્ય ઘટના છે, જે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં બની હતી. નગરમાં સલામતી તરીકે સેવા આપતા રમીલાબેન જે ગોંડલ જોનના જેતપુરના છે. રમીલાબેન ગેટ નંબર બે પાસે આવેલી પ્રેમવતી પાસે તેઓની સેવા હતી, આ ઘટના ત્યાની જ છે. ત્યા એક ગાડું મુકેલું છે. ત્યાં ચાર માણસો બેઠા હતા. તેમને બેઠેલા જોઈને રમીલાબેન તેમની પાસે ગયા અને કહ્યું, "જય સ્વામીનારણ, ભાઈ અહી ના બેસો કારણ કે આ બેસવાની જગ્યા નથી" ત્યારે ત્યાં બેઠલા લોકો કાઈ બોલ્યા નહી અને થોડી વાર સામુ જોતા રહ્યા અને ઉભા થયા નહી.


તેઓએ રમીલાબેનની વાત ન માની અને ત્યારે રમીલાબેન એની જગ્યા પર પાછા જત રહ્યા હતા, તેઓ ત્યાંથી થોડા આગળ નીકળ્યા હતા. અને ત્યારેજ અચાનક ત્યાં બેઠેલા ચાર યુવાનો માંથી એક યુવાન દોડીને આવ્યો અને રમીલાબેન ને ઉભા રાખ્યા અને બોલ્યો, "દીદી જય સ્વામીનારણ, જયારે તમે અમારી સાથે વાત કરવા આવ્યા અને ત્યાર બાદ પાછા ફર્યા ત્યારે તમારી પીઠ પાછળ અમને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થયા ત્યારે અમે ચોકી ગયા", આ યુવક વાત કરતી વખતે ખુબજ આકુળ-વ્યાકુળ હતો.


તે યુવકે આગળ વાત કરતા જણાવ્યું કે, "દીદી અમે તો અહી મોબાઈલ, લોકોના પાકિટ અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરવા માટે આવ્યા હતા, પણ અમે હવેથી કોઈ દિવસ ચોરી નહિ કરીએ" તેમ બોલ્યો. ત્યારે રમીલાબેનએ તે યુવાનોને પાણી લઈને સંકલ્પ લેવાનું કહ્યું, ત્યારે તે યુવાનોએ રમીલાબેન પાસે પાણી માગ્યું અને ત્યારે સ્ત્રી પુરુષની મર્યાદા પ્રમાણે રમીલાબેનએ પાણી ના આપ્યું અને કહ્યું, સામે પાણીની પરબ છે ત્યાંથી પાણી લઇ આવો.


ત્યાર બાદ બધા યુવાનો પાણીની પરબ માંથી પાણી લઇ આવ્યા અને સંકલ્પ કર્યો કે, "હવેથી અમે કોઈ દિવસ ચોરી કરીશું નહી અને નગરના દર્શન કરીને જ જાશુ અને અમે પ્રમુખસ્વામી મહારાજના સત્સંગી પણ બનીશું" આ પ્રસંગના સાક્ષી રેખાબેન કથીરિયા અને જ્યાબેન વિરડીયા પણ છે. રમીલાબેનએ કહ્યું કે, આ પ્રસંગને યાદ કરીને મારા રુવાડા બેઠા થઈ જાય છે. આ પ્રસંગ વિષે સાંભળીને મનમાં એમ થાય છે કે ખરેખર પ્રમુખસ્વામી મહારાજ દિવ્ય દેહે નગરમાં છે. આ ચોરી કરવા આવેલા લોકો અત્યારે ભલે ચોર હોય પરંતુ પૂર્વ જન્મમાં મુમુક્ષ જીવ હશે.

Tags

Post a Comment

0 Comments