અટલબ્રિજ પરથી નદીમાં કૂદીને MBBS વિદ્યાર્થીએ ટુંકાવ્યું જીવન- આપઘાતના 8 કલાક પહેલા સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી કે…



ગુજરાત(gujarat): રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરીએક વાર આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલ અટલ બ્રિજ પરથી નદીમાં કૂદીને એક યુવકે પોતાનો જીવ આપી દીધો છે. અટલ બ્રિજ પરથી નદીમાં કુદીને આપઘાત કરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી. લગભગ બે કલાકની લાંબી શોધખોળ બાદ યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા યુવકનું નામ પારિતોષ મોદી હોવાનું જાણવા મળી રહ્યું છે. તે NHL મેડિકલ કોલેજના બીજા વર્ષમાં MBBSનો અભ્યાસ કરે છે. આવું પહેલા વાર જ બન્યું છે. અટલબ્રિજ પરથી સાબરમતી નદીમાં નીચે પાડીને પારિતોષ મોદીએ જીવન ટુકાવ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, 8 વાગ્યાના અરસામાં પારિતોષ મોદીએ આ ખોફનાક પગલું ભર્યું હતું. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.પારિતોષ મોદીએ સોશિયલ મીડિયામાં ફ્રીડમની પોસ્ટ મૂકી હતી અને તેના આઠ કલાક બાદ તેને સાબર નથી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે કોનાથી અને ક્યાંથી ફ્રીડમ મેળવવા માગતો હતો તેની હજુ સુધી કોઈ પણ માહિતી સામે આવી નથી.

ભણવામાં હોશિયાર એવા પારિતોષ મોદીના આ પગલું ભરવાના કારણે તેના પરિવારજનો અને તેના મિત્રો પણ આઘાતમાં સરી પડ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ એક ટીમ બનાવીને તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થોડાક સમય પહેલા જ અટલ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સાબરમતી નદી પર આવેલ અટલબિજ પરથી કૂદીને જીવ આપતી ઘટના પહેલી વાર બની છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. બ્રિજ પર સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સર હોવા છતાં પણ આ યુવક બ્રિજ પર લગાવેલી ફ્રેમ પાસે કેવી રીતે પહોંચ્યો તે પણ એક મોટો સવાલ છે.

પારિતોષ મોદીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની પાછળનું કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલો યુવક મેડિકલનો સ્ટુડન્ટ હતો. અમદાવાદમાં રિવરફ્રન્ટ પરથી જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ હતી. ત્યારે હવે રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજ પરથી જીવ ટુંકાવાની પહેલી ઘટના બની છે.

Tags

Post a Comment

0 Comments