જામનગરમાં ST બસ બની મોતની સવારી, ચાલુ બસે કાચ તૂટતા 2 વિદ્યાર્થીઓ નીચે પટકાયા- જુઓ CCTV ફૂટેજ

આજકાલ વધી રહેલા અકસ્માતો દરમિયાન હાલ ગુજરાત(Gujarat)માંથી એક વિચિત્ર અકસ્માત(accident) સામે આવ્યો છે. જેમાં જામનગર(Jamnagar) શહેરના ગુલાબનગર પાસે ચાલુ એસટી બસ(ST Bus)નો પાછળનો કાચ તૂટી જતાં બે વિદ્યાર્થી રસ્તા પર પટકાયા હતા. સદનસીબે પાછળથી વાહન આવતું ન હોવાને કારણે બંને વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. 

અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી(CCTV)માં કેદ થઈ જવા પામી હતી. અકસ્માતમાં ઘવાયેલા બંને વિદ્યાર્થીઓને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ(GG Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. સ્પીડ બ્રેકર(Speed breaker) હોવા છતાં બસની સ્પીડ ધીમી ન કરવા બદલ એસટી વિભાગ દ્વારા ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, જોડીયાથી જામનગર આવતી એસટી બસ ગુલાબનગર પહોંચી ત્યારે ડ્રાઈવરે સ્પીડ બ્રેકર પાસે બ્રેક લગાવી હતી. ત્યારે અચાનક પાછળનો કાચ તૂટી ગયો હતો અને પાછળ બેઠેલા બે વિદ્યાર્થીઓ નીચે પડ્યા હતા. જોરદાર અવાજ આવતા જ ડ્રાઈવરે બસ રોકી દીધી. ત્યાંથી પસાર થતા વાહનચાલકો પણ અટકી ગયા હતા. સદનસીબે પાછળથી કોઈ વાહન આવતું ન હોવાથી બંને વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો.

બંને વિદ્યાર્થીઓ ચાલતી બસમાંથી નીચે પડી ગયા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બંને વિદ્યાર્થીઓ તરત જ રોડ પરથી ઉભા થઈને બાજુમાં ગયા હતા. જાણવા મળ્યું છે કે, બંનેને હાથના ભાગે ઇજા થતાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગર એસટી વિભાગીય વાહન વ્યવહાર અધિકારી જે.વી. ઈસરાણીએ જણાવ્યું કે, અકસ્માત થયો ત્યારે બસમાં 70 જેટલા મુસાફરો હતા. જેમાં આ બે વિદ્યાર્થીઓ પણ હતા. ગુલાબનગર પાસે સ્પીડ બ્રેકર આવતા ડ્રાઇવરે બસની સ્પીડ ઓછી કરવાની જરૂર હતી. સ્પીડ ઓછી હોત તો અકસ્માત ટાળી શકાયો હોત. એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું કે, બસમાં મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓ સીટ પર બેઠા હતા અને કહ્યું કે જો વિદ્યાર્થીઓ સીટ પર ન બેઠા હોત તો સુરક્ષા હોત. આ મામલામાં જવાબદાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Tags

Post a Comment

0 Comments