જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવો આતંકી હુમલો: સેનાની ટ્રક પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર- 5 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના પુંછ જિલ્લામાં ગુરુવારે બપોરે લગભગ 3 વાગ્યે આતંકવાદીઓએ સેનાની ટ્રક પર ગોળીબાર કર્યો હતો. આ પછી ટ્રકમાં આગ લાગી હતી, જેમાં 5 જવાન શહીદ થયા હતા. સેનાને શંકા છે કે અજાણ્યા આતંકવાદીઓ(terrorists)એ ટ્રક પર ગ્રેનેડ પણ ફેંક્યા હતા. જેના કારણે આગ લાગી હતી.

નોર્ધન કમાન્ડ હેડક્વાર્ટર(Northern Command Headquarters) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકોને લઈ જતી ટ્રક ભીમ્બર ગલીથી પુંછ તરફ જઈ રહી હતી. વરસાદ પડી રહ્યો હતો. વિઝિબિલિટી પણ ઘણી ઓછી હતી. આતંકવાદીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો. હુમલામાં એક જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેમને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, શહીદ થયેલા જવાનો રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હતા. તે વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં તૈનાત હતો. આ પહેલા સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકોના મોત ટ્રકમાં આગ લાગવાથી થયા હતા. વીજળી પડવાથી ટ્રકમાં આગ લાગી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, આ વર્ષે 11 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા હતા. ત્રણેય ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના સૈનિક હતા. બરફના કારણે તેમની કાર લપસીને ઉંડી ખાડીમાં પડી હતી. માર્યા ગયેલા લોકોના નામ નાયબ સુબેદાર પુરુષોત્તમ કુમાર, હવાલદાર અમરીક સિંહ અને કોન્સ્ટેબલ અમિત શર્મા હતા.

Tags

Post a Comment

0 Comments