Orange Cap in IPL 2023: ફાફ ડુ પ્લેસિસ નંબર 1 પર, જુઓ ટોપ 5 બેટ્સમેનોની યાદી

Orange Cap in IPL 2023: IPL 2023માં ઓરેન્જ કેપ(Orange Cap)ની રેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ યાદીમાં RCBના બે દિગ્ગજ ખેલાડીઓ પ્રથમ અને બીજા સ્થાને છે. ફાફ ડુ પ્લેસિસ(Faf du Plessis) 343 રન સાથે ટોપ પર છે, જ્યારે વિરાટ કોહલી(Virat Kohli) 6 મેચમાં 279 રન બનાવી બીજા નંબર પર પહોંચી ગયો છે. આ બંનેએ 27મી મેચમાં પંજાબ કિંગ્સ(Punjab Kings) સામે શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટે 59 રન બનાવ્યા હતા જ્યારે ફાફે 84 રન બનાવીને આઉટ થયો હતો.

ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5 બેટ્સમેન:
343-રન, ફાફ ડુપ્લેસિસ (RCB), મેચ 6
279- રન, વિરાટ કોહલી (RCB) મેચ 6

244- રન, જોસ બટલર (RR) મેચ 6
234 રન, વેંકટેશ ઐયર (KKR), મેચ 5
233 રન, શિખર ધવન (PBKS), મેચ 4

જાણો ઓરેન્જ કેપ શું છે અને કોને આપવામાં આવે છે?
ઓરેન્જ કેપ આઈપીએલમાં આપવામાં આવતો એવોર્ડ છે. તે સમગ્ર સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને આપવામાં આવે છે. વર્ષ 2008માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા શોન માર્શે આ એવોર્ડ સૌપ્રથમ જીત્યો હતો.

ગત  સિઝનમાં કોને મળી હતી ઓરેન્જ કેપ
ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે ઓરેન્જ કેપ જીતી હતી. બટલરે 17 મેચમાં 149.05ની સ્ટ્રાઈક રેટથી 863 રન બનાવ્યા હતા. તેણે 4 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. આ વખતે પણ બટલર સારું પ્રદર્શન કરશે તો તે ઓરેન્જ કેપનો હકદાર બની શકે છે. જો કે આ વખતે કોણ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.

Tags

Post a Comment

0 Comments