વાળનું અકાળે સફેદ થવું એ એક મોટી સમસ્યા બની રહી છે. ઘણા લોકો વિચારે છે કે, વાળ એક વખત સફેદ થઈ જાય પછી તેને ફરીથી કાળા ન કરી શકાય, પણ એવું નથી! સફેદ વાળ માટે ઘરગથ્થુ ઉપાયો છે જે અસરકારક માનવામાં આવે છે.સફેદ વાળને કાળા કરવા માટે આપણે ઘણીવાર ઉપાયો શોધીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આપણા ઘરમાં જ તેનો ઈલાજ છે. હા, તમે નારિયેળના તેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને તમારા સફેદ વાળને ફરીથી કાળા કરી શકો છો. જાણો તે વસ્તુઓ શું છે અને તેનો વાળમાં કેવી રીતે ઉપયોગ કરવો.
1. નાળિયેર તેલ અને આમળા
નાળિયેર તેલ અને આમળા બંને સફેદ વાળને કાળો રંગ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે. સફેદ વાળને કાળા કરવા માટે આ મિશ્રણ તૈયાર કરવું ખૂબ જ સરળ છે. તમારે ફક્ત આમળાના પાવડરના બે ચમચીમાં ત્રણ ચમચી ફ્રોઝન નારિયેળનું તેલ ભેળવવાનું છે અને પાવડર ઓગળી જાય ત્યાં સુધી મિશ્રણને ગરમ કરો. તેલને ઠંડુ કર્યા બાદ વાળના મૂળમાં લગાવો અને આખી રાત રહેવા દો. સવારે તેને શેમ્પૂથી ધોઈ લો. આમળા, વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે જે કોલેજન ઉત્પાદનની સાથે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને સફેદ વાળને કાળા કરવામાં પણ મદદ કરી શકે છે.
2. નાળિયેર તેલ અને મેંદીના પાન
જો તમે પણ નાની ઉંમરમાં વાળ સફેદ થવાથી પરેશાન છો, તો અહીં એક અસરકારક ઉપાય છે જે તમને થોડા જ સમયમાં કાળા જાડા વાળ કરવામાં મદદ કરી શકે છે. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે નાળિયેર તેલ અને મેંદીના પાનને મિક્સ કરીને લગાવવી જોઈએ. મહેંદીનો કુદરતી બદામી રંગ વાળના મૂળને અસર કરે છે, જેના કારણે વાળનો રંગ કુદરતી રીતે કાળો દેખાવા લાગે છે.
નાળિયેર તેલ મહેંદીને વાળના મૂળ સુધી પહોંચવામાં મદદ કરી શકે છે, તેને વધુ અસરકારક બનાવે છે. ફક્ત 3-4 ચમચી નારિયેળ તેલ ઉકાળ અને તેમાં મેંદીના પાન નાખો. તેલ બ્રાઉન થાય ત્યાં સુધી મિશ્રણને ઉકાળો. ઠંડું થયા પછી, તમારા વાળના મૂળમાં તેલ લગાવો અને તેને 40 મિનિટ સુધી રહેવા દો.