હવામાનની આગાહીથી ફરી એક વાર ચિંતામાં મુકાયા ખેડૂતો! આગામી 5 દિવસ કમોસમી વરસાદની સંભાવના

હાલ ગુજરાત(Gujarat) પડતી આકરી ગરમી અને ભારે બફારા વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance)ના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ સુધી માવઠાની શક્યતા રહેલી છે. આજે અમરેલી(Amreli)ના ધારી ગીર વિસ્તાર અને જામનગર(Jamnagar) જિલ્લાના કાલાવડ અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, કચ્છના ભચાઉ અને રાપર તાલુકાના ગામડાઓના ખેડૂતો પણ વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

હવામાન વિભાગે 27, 28, 29, 30 એપ્રિલ અને 01 મેના રોજ 5 દિવસ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી, દેવભૂમિ-દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુર તાલુકામાં ગાજવીજ અને વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. લાલપુર તાલુકાના બબરજર, ચારણતુંગી, અપીયા, પીર લાખાસર સહિતના ગામોમાં ભારે વરસાદ થયો હતો. તો કાલાવડમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

અમરેલી પંથકના ફાસરીયા, સરસીયા, ખોખરા, ગોવિદપુર સહિતના ગામોમાં ભારે વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હાલમાં વરસાદ, આકરી ગરમી અને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીના કારણે લોકોને બેફામ રાહત મળી છે. આવા સંજોગોમાં વૈશાખ માસમાં આકરી ગરમી વચ્ચે ધરતી પુત્રોની ચિંતા ફરી એકવાર વધી છે. ધારી પંથકમાં કેરીની ઉતરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે જ હવામાનમાં પલટો આવતાં કેરીના બગીચા ધરાવતા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.

આવતીકાલે 28મીએ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

29મીએ ક્યાં વરસાદ પડવાની આગાહી?
29 એપ્રિલે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને ડાંગના કેટલાક વિસ્તારોમાં તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબીમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. બોટાદ અને કચ્છ જીલ્લા ઉપરાંત દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

30મીએ ક્યાં વરસાદ પડવાની આગાહી?
ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં 30 એપ્રિલે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાના વિવિધ સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે.

01 મેના રોજ આ વિસ્તારોમાં વરસાદ પડી શકે
01 મેના રોજ રાજ્યના સાબરકાંઠા, અરવલી અને મહિસાગર જિલ્લાઓમાં અમરેલી, ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમી ગતિએ પવન ફૂંકાતા વરસાદની શક્યતા છે.


Tags

Post a Comment

0 Comments