આજકાલ વધી રહેલા અકસ્માત(accident)ના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમા સુરત(Surat)ના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રોડ ક્રોસ કરતી વેળાએ પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષાચાલકે અડેફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવકને ઈજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, સલાબતપુરા(Salabatpura) વિસ્તારમાં આવેલા પદમાનગર(Padmanagar)માં 37 વર્ષીય ગણેશ બોરસે(Ganesh Borse) પરિવાર સાથે રહેતો હતો. ગઈકાલે રાત્રે ગણેશ અને તેના પાડોશી હરીશભાઈ પટેલ ભેસ્તાન() સ્થિત મૌસવ કંપનીમાં કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, ઉધના દરવાજા તરફ ઉતરતા પુલ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષાચાલકે અડફેટે લીધા હતા. રિક્ષાની ટક્કરથી ગણેશને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘવાયેલા ગણેશને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરો દ્વારા ગણેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે ગણેશ તેના પરિવારજનોને જાણ કરતાં હોસ્પિટલ પહોંચ્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા રિક્ષાચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અકસ્માત સમયે રિક્ષાની સ્પીડ વધુ હોવાથી અન્ય યુવકને ટક્કર મારતાં રિક્ષા ચાલકને પણ ઈજા થઈ હતી. જોકે, તેને સામાન્ય ઈજાઓ હોવાથી તે સ્વસ્થ છે. પોલીસ દ્વારા ગુનો નોંધી રિક્ષાચાલક યુનુસ રઝાકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.