સુરતમાં 6 વર્ષના બાળકનું બિલ્ડિંગના પહેલા માળેથી પટકાતાં કરુણ મોત, લોહીના આંસુએ રડી પડ્યો પરિવાર

હાલમાં જ સુરતમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં બિલ્ડિંગ પરથી પડી જતાં એક બાળકનું મોત નીપજ્યું છે. અગાઉ પણ સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી હતી ત્યારે ફરીવાર એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સુરતના સચિન વિસ્તારમાં પહેલા માળેથી 6 વર્ષીય બાળક નીચે પટકાયો હતો. 

ઘટનાને લઈ બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, સુરતના સચિન વિસ્તારમાં આવેલી શાન કંપનીની બિલ્ડિંગના પહેલા માળે 6 વર્ષીય સાવન સાગર કટારીયા રમતો હતો. 

આ દરમિયાન, તે અચાનક જ નીચે પટકાયો હતો. જેના લીધે સાવન સાગર કટારીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ તરત જ પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. સાવન સાગર કટારીયાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજતા પરિવાર પર અચાનક આફતનું વાદળ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા આકસ્મિક મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની એક અલગ ટીમ બનાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Tags

Post a Comment

0 Comments