હાલમાં સુરતમાંથી એક ચકચાર નમચાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઉત્રાણ તાપી નદીના કિનારે એક વૃદ્ધની લાશ મળી આવી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી લાશને તાપી નદીમાંથી બહાર કાઢી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મૃતક વૃદ્ધ ગત 23 તારીખથી ઘરેથી ગુમ હતા અને 3 દિવસ બાદ તેમની લાશ તાપી નદીમાંથી મળી આવતા પરિવાર શોકમાં અને આશ્ચર્યમાં મુકાયું છે.
જાણવા મળ્યું છે કે, સુરતના કાપોદ્રા ઉત્રાણ બ્રીજ નીચે તાપી નદીમાંથી એક પુરુષની લાશ મળી આવી હતી. તાપી નદીમાં કોઈ વ્યક્તિ તણાતો હોવાનું જણાતા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને લઇ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અજાણી વ્યક્તિના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
બાદમાં બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે ફાયર વિભાગ દ્વારા લાશને તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવી અને તેનો કબજો કાપોદ્રા પોલીસને સોપ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે દ્વારા આ અંગે મરનાર વ્યક્તિની ઓળખની દિશામાં તપાસ શરૂ કરી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, 61 વર્ષીય મૃતક વૃદ્ધનું નામ જીતુભાઈ વાઘજીભાઈ કાછડ હતું અને તે કાપોદ્રા સહજાનંદ સોસાયટી પાસે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. કાપોદ્રા પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક 23 માર્ચથી ઘરેથી કોઈને કઈ પણ કહ્યા વિના નીકળી ગયા હતા. પરિવારના સભ્યો વૃદ્ધને બે દિવસથી શોધી રહ્યા હતા. આ દરમિયાન બે દિવસ બાદ તેમની લાશ ઉત્રાણ બ્રીજ તાપી નદીના કિનારેથી મળી આવતા અચાનક ઘરના મોભીની લાશ તાપી નદી માંથી મળી આવતા પરિવાર શોકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.