રાઘવ ચઢ્ઢાની દુલ્હનિયા બનશે પરિણીતી? AAPના સાંસદ અને ચોપરા ટૂંક સમયમાં કરશે સગાઈ...



બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા(Parineeti Chopra) આ દિવસોમાં પોતાના રિલેશનશિપના સમાચારોને લઈને ચર્ચામાં છે. પરિણીતીનું નામ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલો છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની ડેટિંગની ચર્ચાઓ વચ્ચે હવે AAP સાંસદ સંજીવ અરોરાએ તેમના ટ્વિટ દ્વારા તેમના સંબંધોની પુષ્ટિ કરી છે.

AAP સાંસદ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાને અભિનંદન
પરિણીતી ચોપરાએ અત્યાર સુધી રાઘવ ચઢ્ઢા સાથેના સંબંધોના સમાચારો પર મૌન સેવ્યું છે. ચાહકો તેની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ દરમિયાન, AAP સાંસદ સંજીવ અરોરાએ બંનેને અભિનંદન આપ્યા છે અને પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના સંબંધમાં હોવાના સમાચારની પુષ્ટિ કરી છે.

સંજીવ અરોરાએ પોતાના ટ્વિટમાં પરિણીતી અને રાઘવ ચઢ્ઢાનો ફોટો શેર કર્યો છે. બંનેના ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે બંનેનો સંગ પ્રેમ, આનંદ અને સાથીદારીથી ભરેલો રહે. મારી શુભેચ્છાઓ!

કેવી રીતે શરૂ થઈ રાઘવ ચઢ્ઢા-પરિણિતી ચોપરાના સંબંધોની ચર્ચા?
વાસ્તવમાં પરિણીતી ચોપરા તાજેતરમાં જ મુંબઈમાં રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી હતી. બંને સાથે લંચ અને ડિનર ડેટ એન્જોય કરતા જોવા મળ્યા હતા. ત્યારથી, બંને રિલેશનશિપમાં હોવાના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. જો કે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ હજુ સુધી આ અહેવાલો પર સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

પરિણીતીના સવાલ પર રાઘવ ચઢ્ઢાએ આપ્યો આ જવાબ
થોડા દિવસો પહેલા જ્યારે રાઘવ ચઢ્ઢાને પરિણીતી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તમે મને રાજકારણના પ્રશ્નો પૂછો, પરિણીતી વિશે સવાલ ન પૂછો.

એક્ટિંગમાં માસ્ટર છે પરિણીતી 
રાઘવ ચઢ્ઢા અને પરિણીતીની વાત કરીએ તો બંનેએ બ્રિટનમાં અભ્યાસ કર્યો છે. બંને અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે. જોકે, પરિણીતી ચોપરાએ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવ્યું હતું. તેની ગણતરી બોલિવૂડની મોટી અભિનેત્રીઓમાં થાય છે. તેણે હંમેશા પોતાના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. અભિનેત્રી છેલ્લે ફિલ્મ 'ઉંચાઈ'માં જોવા મળી હતી. હવે તે 'ચમકીલા' અને 'કેપ્સુલ ગિલ'માં જોવા મળશે.

રાજકારણમાં એક મોટું નામ છે રાઘવ ચઢ્ઢા
જ્યારે રાઘવ ચઢ્ઢા રાજકારણમાં સક્રિય છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી B.com ની ડિગ્રી લીધી. આ પછી તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડમિશન લઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો. છેલ્લા કેટલાક સમયથી તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે.

Post a Comment

0 Comments