આકાંક્ષા દુબે સુસાઈડ કેસમાં મોટો ઘટસ્ફોટ, પાર્ટી બાદ લથડીયા ખાતી હતી અને હોટલની રૂમમાં...



ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે(Akanksha Dubey)ના મૃત્યુનું રહસ્ય જટિલ બની રહ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો નથી. પોલીસનું કહેવું છે કે, અભિનેત્રીનું મૃત્યુ આપઘાત નથી મર્ડર છે. પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે, આકાંક્ષાને તેના મૃત્યુની રાત્રે હોટલના રૂમમાં મૂકવા કોણ આવ્યું? તે વ્યક્તિ પણ અભિનેત્રીના રૂમમાં 17 મિનિટ સુધી રહ્યો હતો. બીજી તરફ, આકાંક્ષાની માતાની ફરિયાદ પર પોલીસે ભોજપુરી ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ વિરુદ્ધ આપઘાત માટે ઉશ્કેરવા બદલ FIR નોંધી છે. પોલીસે બંને ભાઈઓની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે પોલીસ આરોપીને શોધી રહી છે. તે જ સમયે, તે રાત્રે આકાંક્ષા દુબેના રૂમમાં કોણ રોકાયું હતું તે વિશે પણ પોલીસ કહેવાનું ટાળી રહી છે. જણાવી દઈએ કે, વ્યક્તિના ગયા પછી જ આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી અને રડતી જોવા મળી. હોટલના રૂમમાં કોણ આવ્યું છે તે જાણવા માટે જ્યારે અમે વારાણસીના સારનાથ વિસ્તારમાં આવેલી તે જ હોટેલ સોમેન્દ્ર રેસિડેન્સી પહોંચ્યા તો હોટલના સ્ટાફે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે, સીસીટીવી ફૂટેજ પણ પોલીસ કસ્ટડીમાં છે.

તમને જણાવી દઈએ કે, આકાંક્ષા દુબેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો નથી. શહેરમાં ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીને કારણે રિપોર્ટ આવવામાં થોડો સમય લાગશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ સુત્રોની વાત માનીએ તો પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત કર્યો હોવાનું કહેવાય છે. ઘટનાના ત્રણ દિવસ બાદ પણ પોલીસ આરોપી સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહને પકડી શકી નથી અને ટીમો બનાવીને સ્થળોએ દરોડા પાડી રહી છે.

વારાણસીની હોટલમાં આપઘાત
આકાંક્ષા દુબેનું રવિવારે સવારે સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ સોમેન્દ્ર રેસિડેન્સીના રૂમ નંબર 105માં મોત થયું હતું. આકાંક્ષાનો મૃતદેહ તેના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈથી પરત ફરેલી આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ તેને આત્મહત્યા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને હત્યાનો આરોપ ભોજપુરી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર મૂક્યો હતો.

મધુ દુબે કહે છે કે, આકાંક્ષા છેલ્લા ત્રણ વર્ષથી સમર સિંહના સંપર્કમાં હતી. જ્યાં દરેક મ્યુઝિક આલ્બમ માટે ₹70,000 ચૂકવવામાં આવે છે, ત્યાં સમરે 3 વર્ષ કામ કર્યા પછી પણ એક રૂપિયો પણ ચૂકવ્યો નથી. આ રીતે સમર સિંહ પર આકાંક્ષાના લગભગ બેથી ત્રણ કરોડ રૂપિયા બાકી હતા.

આ અંગે સમરના ભાઈ સંજય સિંહે 21 માર્ચે બસ્તીમાં શૂટિંગ દરમિયાન આકાંક્ષાને ધમકી પણ આપી હતી, કારણ કે આકાંક્ષાએ તેની નવી ખરીદેલી કારના સ્ટેટસ પર કોમેન્ટ કરી હતી. આ પછી સંજય સિંહે પણ ફોન કરીને આકાંક્ષાને ગાયબ કરી દેવાની ધમકી આપી હતી. આ સિવાય મધુ દુબેએ પણ આકાંક્ષા અને સમર સિંહ રિલેશનશિપમાં હોવાની વાતને નકારી કાઢી છે. તે કહે છે કે બંને વચ્ચે પતિ-પત્ની કે લિવ-ઈન જેવો કોઈ સંબંધ નહોતો.

Post a Comment

0 Comments