વડોદરામાં સામુહિક આપઘાત: કર્જમાં ડૂબેલા પરિવારે એકસાથે મોતને કર્યું વ્હાલું- સમગ્ર પંથક શોકમાં થયો ગરકાવ



ગુજરાત(GUJARAT): રાજ્યમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર વડોદરા શહેરમાંથી સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


પાણીગેટ પોલીસ સ્ટેશનના PI એસ.એ.ગોહિલે જણાવ્યું હતું કે, ઘરની દીવાલ પર લખ્યું છે કે, 'અમે અમારીથી મરજીથી આપઘાત કરીએ છીએ, આમાં કોઈ જવાબદાર નથી.' માતાએ સવારે આવીને જોયું તો માતા રડવા લાગી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. 




ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. પડોસમાં રહેતા લાલજીભાઈએ જણાવતા કહ્યું કે, પ્રિતેશભાઈએ બેંકોમાંથી લોન લીધી હતી અને ખૂબ જ દેવું થઈ ગયું હતું. તે ટેન્શનમાં રહેતા હતા. દેવું થઈ જતાં પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. દર્શનમ ઉપવન ડુપ્લેક્સના મકાન નં-102માં રહેતા 30 વર્ષીય પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી શેરબજારનું કામ કરતા હતા. તેઓ 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે છેલ્લા 5 વર્ષથી અહિયાં રહેતા છે.


આજે સવારે પ્રિતેશભાઈ, તેમના ૩૨ વર્ષીય પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રી અને 7 વર્ષીય પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્ત્રીના ઘરમાંથી મૃતદેહો મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પહોંચી ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી. ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે, પ્રિતેશભાઈનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર દેખાતા ન હતા.



પ્રિતેશભાઈના મિત્ર કેતન ચુનારાએ પોલસને જણાવતા કહ્યું કે, પ્રિતેશભાઈએ ગઈકાલે રાત્રે મમ્મીને મેસેજ કર્યો હતો કે, આવતીકાલે સવારે ઘરે આવજો, આપડે બહાર જમવા જવાનું છે. વેહલી સવારે જ્યારે તેમના મમ્મી તેમના ઘરે ગયા ત્યારે પ્રિતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. અને તેમના પત્ની અને પુત્રનો મૃતદેહ પલંગ ઉપર પડ્યા હતા.

Tags

Post a Comment

0 Comments