હાલ સુરતના એક જ્વેલર્સે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો છે. જાણવા મળ્યું છે કે, સિંગ વોચ બ્રેસલેટમાં 17 હજારથી વધુ ડાયમંડ લગાવીને ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. 8 થી 10 મહિનાની મહેનતે બનેલી વોચ બ્રેસલેટની બીજી કોપી નહીં બનાવવાનો દાવો પણ જ્વેલર્સ દ્વારા કરવામાં આવ્યો છે.
સુરત શહેર ફરી એકવાર જ્વેલરી ક્ષેત્રે ગૌરવની ક્ષણ લઈને આવ્યું છે. હોંગકોંગની કોરોનેટ ઘડિયાળમાં અગાઉ 15,000 હીરાનો વર્લ્ડ રેકોર્ડ હતો. સુરતના હાઈ ફેશન જ્વેલર્સ હેમલભાઈ કાપડિયા અને રેનાણી જ્વેલ્સ જે યુપી મેરઠ હર્ષિતભાઈ બંસલે મળીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ વખતે રિયલ ડાયમંડનું વોચ બ્રેસલેટ બનાવવામાં આવ્યું છે. આ ઘડિયાળના બ્રેસલેટમાં 17,524 અસલી હીરા જડેલા છે. 17524 અસલી હીરા પણ 12 નેચરલ જેન્યુઈન બ્લેક ડાયમંડથી જડેલા. તેમાં 0.72 કેરેટના હીરા પણ જડેલા છે. ખાસ વાત તો એ છે કે, આ વોચમાં 113 નિલમની ચોકીઓ જેને અંગ્રેજીમાં બ્લુ સફાયર નેચરલ બગેષ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.