પ્રેમિકાનો ફોન આવ્યો "ઘરે કોઈ નથી, આવી જા" - તો મળવા માટે પોહચી ગયો પ્રેમી, પરંતુ જવું પડ્યું હોસ્પિટલ


ઉત્તર પ્રદેશના બાંદ્રામાં પ્રેમીને ચોર સમજીને યુવતીના સંબંધીઓએ માર માર્યો હતો. માર બાદ લોહીથી લથબથ પ્રેમીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટના બિસંડા પોલીસ સ્ટેશન હેઠળના ગામનો છે.

ઘાયલ પ્રેમીએ જણાવ્યું કે, તે ડીજેનું કામ કરે છે. રાત્રે ડીજે વગાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પ્રેમિકાએ ઘડિયાળ આપવા માટે ફોન કર્યો હતો. તેણે કહ્યું કે, માતા-પિતા ઘરે નથી. તમે આવો અને ગીફ્ટ લઇ જાવ. આ પછી તે ગર્લફ્રેન્ડના દરવાજે પહોંચ્યો. તે પછી તેણે દરવાજો ખોલ્યો અને અંદર લઇ ગઈ હતી.

પરિવારજનોએ ચોર સમજીને માર્યો માર 
આ દરમિયાન યુવતીના પિતા અને ભાઈઓએ તેને જોઈ અને તેને ચોર સમજીને માર માર્યો. અવાજ સાંભળીને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. કોઈક રીતે લોકોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. ત્યાર બાદ લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઇ ગયા હતા. હોસ્પીટલમાં તબીબોનું કહેવું છે કે, યુવકની હાલત સારી છે. સારવાર ચાલી રહી છે અને જલ્દી ઠીક થઈ જશે.

આ મામલામાં બિસંડા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ આનંદ કુમારે જણાવ્યું હતું કે, "એક યુવક ડીજે વગાડવા ગયો હતો. ઘરે જઈ રહ્યો હતો ત્યારે તે એક છોકરીના ઘરે ગયો હતો. આ કારણે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. એક કેસ નોંધાયો છે. પીડિત યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે." આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે."

Tags

Post a Comment

0 Comments