ઉત્તર પ્રદેશના અમરોહામાં એક યુવકે બીજી વખત શારીરિક સબંધની ના પાડતા પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી. રહસ્ય છુપાવવા માટે મૃતદેહને કોલથળામાં ભરીને મુરાદાબાદના જંગલોમાં ફેંકી દીધો. એટલું જ નહીં, આરોપીએ અમરોહાના સિટી પોલીસ સ્ટેશનમાં તેની પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, મુરાદાબાદ પોલીસ લાવારસ લાશને શોધવા માટે તપાસ કર્યા બાદ આરોપી સુધી પહોંચી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરોહા નગર કોતવાલી વિસ્તારમાં બેકરીના સંચાલક જાવેદે તેની પત્ની શબાના સાથે 5મી ડિસેમ્બરે સવારે 4 વાગ્યે સંબંધ બાંધ્યા હતા. થોડા સમય પછી ફરી સંબંધ બાંધવાનું કહ્યું તો પત્નીએ ના પાડી. બાદમાં બંને વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં જાવેદે તેની પત્નીનું દોરડા વડે ગળું દબાવી હત્યા કરી હતી. પછી મૃતદેહને પ્લાસ્ટિકમાં ભરીને તેની બાઇક પર મુરાદાબાદ જિલ્લાના રતુપુરા ગામમાં જંગલમાં ફેંકી દીધો અને પરત આવ્યા બાદ અમરોહા નગર પોલીસ સ્ટેશનમાં તેની પત્નીના ગુમ થયાની ફરિયાદ કરવી.
બીજી તરફ રોડ પર બોરીમાં પેક મૃતદેહ જોઈને ગ્રામજનોએ મુરાદાબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતક મહિલાના મૃતદેહની ઓળખ કરવા માટે અનેક જિલ્લાઓમાં ફોટોગ્રાફ્સ મોકલ્યા. પોલીસ આજુબાજુના જિલ્લાઓમાંથી આવી મહિલાઓની વિગતો પણ એકત્ર કરી રહી હતી, જેમના ગુમ થયાની નોંધ તાજેતરમાં કરવામાં આવી હતી.
અમરોહા કોતવાલીમાં શબાનાના ગુમ થવાનો મામલો સામે આવ્યો. જ્યારે તસવીરો મેચ થઈ તો લાશ અમરોહા નગર કોતવાલી વિસ્તારની રહેવાસી શબાનાની હોવાનું બહાર આવ્યું. તે પછી, જ્યારે મુરાદાબાદ પોલીસે મૃતકના પતિની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને પોલીસને જણાવ્યું કે તેણે આ ઘટનામાં તેના ભાઈ ફૈઝલની મદદ લીધી હતી. પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી છે.
સીઓ સિટી વિજય કુમાર રાણાએ જણાવ્યું કે, થાણા કોતવાલી નગરના મોહલ્લા મોહમ્મદી સરાયની રહેવાસી નજમા ખાતૂને ફરિયાદ આપી હતી કે પુત્રી શબાના જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. આ ક્રમમાં માહિતી મળી હતી કે, 5 ડિસેમ્બરે થાના ઠાકુરદ્વારાના રતુપુરા ગામના જંગલમાં એક બોરીમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ શબાના તરીકે થઈ હતી. આ દરમિયાન, મૃતકના ભાઈએ નગર કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
આ કેસમાં મૃતકના પતિ અને તેના સાળાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના કબજામાંથી એક મોટરસાઈકલ મળી આવી છે. જેના આધારે આરોપીઓએ મૃતદેહ લઈ જંગલમાં ફેંકી દીધો હતો. મૃતકના વાળ વગેરે કાપવા માટે વપરાતી કાતર પણ પોલીસે કબજે કરી લીધી છે.