હાલમાં અમદાવાદ ખાતે ઊજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેમાં સૌથી વધુ વખાણ ભોજન માટેના માઇક્રોપ્લાનિંગને લઈને થઈ રહ્યાં છે. જણાવી દઈએ કે, પ્રમુખસ્વામીનગરમાં આવતા લોકો પ્રસાદરૂપે ભોજન લઈ શકે એ માટે 60 સંત અને 8 હજાર સ્વયંસેવક સુચારુ રૂપે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. અહી લાખો લોકોના આગમન બાદ પણ મેનુમાં સામેલ ચીજવસ્તુ તરત મળી શકે, અન્નનો બગાડ ન થાય અને આરોગ્ય જળવાય એ માટે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, સ્વામિનારાયણ ખીચડી ભાગ્યે જ ભૂલાય, આપને જાણીને આશ્ચર્ય થશે કે પ્રમુખસ્વામી મહોત્સવમાં ભક્તો રોજની 5 ટન ખીચડી આરોગી જાય છે. આ સિવાય સ્વામિનારાયણ પિત્ઝાની પણ ભારે ડિમાન્ડ છે. ચલો જાણીએ રસોડા વિભાગની વ્યવસ્થા અંગે.
3900 હરિભક્તો ખડે પગે પ્રેમવતીમાં આપી રહ્યા છે સેવા.
3900 હરિભક્તમાંથી 2200 મહિલા અને યુવતીઓ દ્વારા સેવા.
પ્રસાદરૂપી ભોજન-નાસ્તા માટે 30 પ્રેમવતી રસોડાનું નિર્માણ.
1700 જેટલા હરિભક્તો પ્રોડક્શનની કામગીરીમાં જોડાયા છે.
2200 હરિભક્તો ફૂડ ડિસ્ટ્રિબ્યુશનથી લઈને ફૂડ સપ્લાયમાં જોડાયેલા.