આ નિર્ણયથી પાટીના દરેક કાર્યકર્તાઓ ચોકી ઉઠ્યા હતા. કતારગામ ધારાસભ્ય વીનુ મોરડિયાએ આ નિર્ણય એટલા માટે લીધો હતો કે, ગઈકાલે રાત્રે તેમના જ એક વિસ્તારમાં સાત વર્ષીય એક બાળકીની હત્યા થઈ હતી. જેના શોકમાં ચૂંટણી જીત્યા પછી પણ ઉજવણી ન કરીને આ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયાના આ નિર્ણયથી પાર્ટીના કાર્યકર્તા અને લોકોમાં સદભાવના ખીલી ઉઠી હતી. આ સાથે જ વિનુ મોરડીયાએ જણાવતા કહ્યું હતું કે, ‘કતારગામ વિસ્તારમાં એક માસુમ બાળકીના મોતથી હું દુઃખી છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, તેની આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને બધું સહન કરવાની શક્તિ આપે.
વિનુ મોરડીયાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવવા શોક રૂપે વિજય ઉત્સવ અને વિજય રેલી ન યોજવા જણાવ્યું હતું. ત્યારે પાર્ટી માટે રાત-દિવસ દોડતા કાર્યકરોએ પણ વિનુ મોરડિયાના આ નિર્ણયને લઈ વિજય પર્વ કે કોઈપણ પ્રકારની ઉજવણી કર્યા વગર માસૂમ બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી.