ભક્તો સાદ કરે અને મદદ કરવા દોડી આવે એનું નામ મોગલ માં. તેમના દર્શન માત્ર થી ભક્તો ધન્યતા અનુભવે છે. સાંભળ્યું જ હશે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે. તેથી ભક્તો પણ જયારે પોતાના જીવનમાં દુ:ખ આવે ત્યારે માં મોગલને અચૂક યાદ કરે છે. માં મોગલનો મહિમા પણ અપરંપાર રહ્યો છે. માં મોગલે ભક્તોના દરેક નાના-મોટા દુ:ખ દુર કર્યા છે.
કહેવાય છે કે, માં મોગલનું નામ લેવા માત્રથી દુ:ખ દુર થાય છે. ત્યારે આજ દિન સુધીમાં મોગલે લાખો માઈ ભક્તોને પરચા પણ પણ બતાવ્યા છે. ત્યારે આજે આપણે માં મોગલના પરચા વિશે વાત કરીશું જેમાં નેત્રા ગામથી એક દંપતી પોતાની માનતા પૂર્ણ કરવા આવી પહોચ્યાં. સાંભળ્યું છે કે, માં મોગલે નિ:સંતાનના ઘરે 50 વર્ષે પણ દીકરા દીધા છે અને ઘણા વર્ષો બાદ ઘણા દંપતીના ઘરે પારણું બંધાયું છે.
એવામાં જ એક દંપતીને ત્યાં માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી તેથી 12 વર્ષે એ દંપતીના ઘરે પરનું બંધાયું અને દીકરાનો જન્મ થયો હતો. તેથી એ દંપતી પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના સાનિધ્યમાં કબરાઉ ધામ આવી પહોચ્યાં હતાં. આ દંપતીને ખુશી નો પાર ના રહ્યો અને તેમણે કબરાઉ ધામે સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુના આશીર્વાદ લીધા. મણીધર બાપુ એ એ દંપતી ને આશીર્વાદ આપતા કહ્યું કે, બેટા અંધશ્રદ્ધામાં ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખો તો બધી મનોકામના માં મોગલ પૂર્ણ કરે છે.
મણીધર બાપુ એ વિશેષ માં કહ્યું કે, આ કોઈ ચમત્કાર નથી. કોઈ પણ અંધશ્રદ્ધામાં માનવું ન જોઈએ. માત્ર માં મોગલ પર વિશ્વાસ માત્રથી ભક્તોની સમસ્યા દુર થાય છે. માં મોગલે તારી 5 ગણી માનતા સ્વીકારી છે. માં મોગલને કોઈ દાન ભેટની જરૂર નથી એતો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. અને કહેવાય છે કે, આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે. અશક્યને પણ શક્ય કરી બતાવે એ માં મોગલ.