Mother kills two daughters in Vadodara: રાજ્યમાં છાસવારે આપઘાત અને આત્મહત્યા ની ઘટનાઓ સામે આવતી રહે છે. કોઈ વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી પરેશાન થાય ને, તો વળી કોઈ વ્યક્તિ ભણતરના ભારે બોજ થી પરેશાન થઈને દુનિયાને અલવિદા કહી રહ્યા છે. જ્યારે હાલમાં વડોદરામાંથી આવી જ એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં બે દીકરીઓને ઝેરી દવા પાઈને માતાએ પણ અભઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચર્ચા નથી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક માતા અને બે પુત્રી 20 દિવસ પહેલા જ રહેવા આવ્યા હતા. દક્ષાબેન ચૌહાણના પતિ સાથે છૂટાછેડા થયા બાદ બીકોમમાં અભ્યાસ કરી રહી પોતાની મોટી દીકરી હની ચૌહાણ અને હાલમાં ધોરણ નવ માં અભ્યાસ કરી રહેલી નાની દીકરી શાલીની ચૌહાણ સાથે કારેલીબાગ વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા.
દક્ષાબેન નોકરી કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા અને બચતની મૂડીમાંથી પોતાની બંને દીકરીઓને પણ ભણાવતા હતા. પતિ સાથે છૂટાછેડા તેમજ છેલ્લા ઘણા સમયથી આર્થિક સ્થિતિ વધુ ખરાબ બનતા દક્ષાબેન પોતાની હિંમત હારી ગયા હતા. જેના કારણે રક્ષાબંધન પોતાની બંને દીકરીઓની સાથે જીવંત ટૂંકાવીને દુનિયાને અલવિદા કહેવાનું નક્કી કરી લીધું હતું.
કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં જણાવ્યા અનુસાર ધોરણ 9 માં ભણતી શાલીની ચૌહાણની 22 હજાર રૂપિયાની ફી ન ભરી શકતા દક્ષાબેને આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દક્ષાબેન ચૌહાણ એ પહેલા તેમની બંને દીકરીઓને ઝેરી દવા પીળવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ ગળે ટૂંપો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દક્ષાબેન આપઘાત કરે તે પહેલા જ મકાન માલિકે તેમને બચાવી લીધા હતા.
હાલમાં દક્ષાબેન ચૌહાણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તેમની બંને દીકરીઓને હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી છે. તેમજ સમગ્ર ઘટના અંગે કારોલીબાગ પોલીસના કર્મચારીઓ દ્વારા વધુ તપાસ હાથધરવામાં આવી છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને માતા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.