મોડું તો મોડું પણ આદિપુરુષના મેકર્સનું 'અભિમાન’ ઓગળ્યું ખરું... -'જલેગી તેરે બાપ કી...' ડાયલોગ બદલાયો, નવા ડાયલોગમાં પણ થઈ મોટી ભૂલ?


હવે આદિપુરુષ ફિલ્મમાં તમને ભગવાન હનુમાનના મુખમાંથી "જલેગી ભી તેરે બાપ કી..." જેવા સંવાદો સાંભળવા નહીં મળે. જેના વિશે ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો હતો તેવા ફિલ્મના ડાયલોગ્સ મેકર્સ દ્વારા બદલી નાખવામાં આવ્યા છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર મંગળવારથી ફિલ્મમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે, ભાષામાં બહુ ફેરફાર થયો નથી, માત્ર થોડા જ શબ્દો બદલાયા છે. જેમ કે, જ્યાં હનુમાન તું કહીને બોલ્યા હતા, ત્યાં તમે થઈ ગયું. ‘લંકા લગા દેંગે’ને બદલે ‘લંકા જલા દેંગે’ કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મમાં જે ડાયલોગ ચેન્જ થયા છે તે આ પ્રમાણે છે...

પહેલાં: કપડા તેરે બાપ કા... તો જલેગી ભી તેરે બાપ કી
હવે: કપડા તેરી લંકા કા... તો જલેગી ભી તેરી લંકા

પહેલાં: જો હમારી બહનોં કો હાથ લગાયેંગે... હમ ઉનકી લંકા લગા દેંગે
હવે: જો હમારી બહનોં કો હાથ લગાયેંગે... હમ ઉનકી લંકા જલા દેંગે

પહેલાં: મેરે એક સપોલે ને તુમ્હારે શેષનાગ કો લંબા કર દિયા હૈ
હવે: મેરે એક સપોલે ને તુમ્હારે ઇસ શેષનાગ કો સમાપ્ત કર દિયા હૈ

પહેલાં: તૂ અંદર કૈસે ઘુસા... તૂ જાનતા ભી હૈ કૌન હૂં મૈં
હવે: તુમ અંદર કૈસે ઘૂસે... તુમ જાનતે ભી હો કૌન હૂં મૈં

ફિલ્મમાંથી વિવાદાસ્પદ ડાયલોગ બદલાયા હોય... તેમ છતાં લિપ સિંકના કારણે તમામ ખેલ બગડ્યો હોય તેવું સામે આવ્યું છે. નવા ડબિંગમાં સાંભળવામાં ‘લંકા’ સંભળાય છે, પરંતુ હોઠ પર ‘બાપ’ જ જોવા મળી રહ્યું છે. આનાથી મોટી ભુલ શું હોઈ શકે!

5 દિવસમાં 395 કરોડની કમાણી કરી

મંગળવારે આ ફિલ્મના કલેક્શનમાં વધુ ઘટાડો નોંધાયો હતો. પાંચમા દિવસે ફિલ્મે માત્ર 20 કરોડનું કલેક્શન કર્યું હતું. અને માત્ર 10 કરોડ ઓલ ઈન્ડિયા નેટ કમાયા. આ સાથે ફિલ્મે અત્યાર સુધીમાં 395 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પ્રભાસ અને કૃતિ સેનનની આ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલી છે.

Post a Comment

0 Comments