હાલમાં સમગ્ર જગ્યાએ આદિપુરુષ ફિલ્મને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મ શુક્રવારના દિવસે રિલીઝ થઈ ચૂક્યું છે જેને લઈને કોઈ જગ્યાએ વિરોધ તો ઘણી જગ્યાએ આ ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મમાં જણાવ્યા અનુસાર ફિલ્મ સંપૂર્ણ રામાયણ ઉપર બની છે. પરંતુ, દર્શકોના રીવ્યુ પ્રમાણે આ ફિલ્મમાં રામાયણ આધારિત કોઈપણ દ્રશ્ય બતાવવામાં આવી રહ્યું નથી.
આ ફિલ્મોના ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યા છે આદિ પુરુષના ટ્રેલર જોઈને લાગી રહ્યું હતું કે, આ ફિલ્મને ઘણો સપોર્ટ મળશે. પરંતુ, અત્યારે આ ફિલ્મના વિરોધ થવા લાગી રહ્યા છે. આ વિરોધની વચ્ચે પણ ફિલ્મના એડવાન્સ બુકિંગ લોકો કરાવી રહ્યા છે.
આ ફિલ્મના અમુક દ્રશ્યો રામાયણ આધારિત બતાવવામાં આવી રહ્યા નથી જેવી રીતે કે રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ થયો છે. પરંતુ, આ ફિલ્મમાં રાવણ માતા-પિતાને પુષ્પક વિમાનની જગ્યાએ કાળા ચમકાદરમાં લઈ જતા બતાવવામાં આવી રહ્યો છે લોકો કહી રહ્યા છે કે રાવણનું પાત્ર સંપૂર્ણ રાવણ જેવું લાગી રહ્યું નથી.
લોકો કહી રહ્યા છે કે, સેફ અલી ખાનનું પાત્ર ખૂબ જ ખરાબ લાગી રહ્યો છે તેનો લુક કોઈને પસંદ આવી રહ્યો નથી લોકો કહી રહ્યા છે કે તે રાવણ કરતાં વધારે ખીલજી લાગી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, રાવણ ભગવાન શિવનો ભક્ત હતો અને તેને આવી રીતે ફિલ્મમાં બતાવો તે યોગ્ય નથી. આદિપુરુષ ફિલ્મના ઘણા ડાયલોગથી પણ તેમના દર્શકોએ નારાજગી વ્યક્ત કરી છે. કારણ કે, ઘણા ડાયલોગ તે મર્યાદાની વિરુદ્ધ બતાવવામાં આવી રહ્યા છે.
આદિપુરુષમાં હનુમાનજી અને લક્ષ્મણના પાત્રો પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કારણ કે, હનુમાનજીને ચામડાના કપડામાં બતાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેના અભદ્ર ડાયલોગ પર પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ ફિલ્મના આટલા વિરોધ વચ્ચે તે ફિલ્મ પરદામાં કેટલી સફળ થઈ શકે છે.