પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 13 મે એ કરવા જાઈ રહ્યા છે સગાઈ, દિલ્હીમાં યોજાશે રિંગ સેરેમની


જાણવા મળ્યું છે કે, AAP સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા(Parineeti Chopra) 13 મેના રોજ સગાઈ કરવા જય રહ્યા છે. ANIના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં  રિંગ સેરેમની યોજાશે. આ માટે રાજકારણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ 150 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, રાઘવ કે પરિણીતીમાંથી કોઈએ પણ આ સમાચારને સત્તાવાર સમર્થન આપ્યું નથી. બંને આજે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાંથી તેઓ દિલ્હી રવાના થયા હતા. છેલ્લા એક મહિનામાં બંને ઘણી વખત એકબીજા સાથે લંચ માટે ગયા છે. થોડા દિવસો પહેલા બંને મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જોવા મળ્યા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, બંનેના પરિવાર છેલ્લા ઘણા દિવસોથી સંપર્કમાં હતા. જોકે, તેઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. તેથી તારીખની જાહેરાત કરવામાં સમય લાગી રહ્યો હતો. હાલ એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે, બંને 13 મેના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં સગાઈ કરવા જાઈ રહ્યા છે.

ગયા મહિને જ્યારે પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ સિટાડેલના પ્રમોશન માટે ભારત આવી હતી, ત્યારે અટકળો થઈ હતી કે પરિણીતી અને રાઘવ ચઢ્ઢા સગાઈ કરશે. જોકે, આવું બન્યું ન હતું. ગયા મહિને મુંબઈમાં તેઓ લંચ ડેટ પર સાથે જોવા મળ્યા હતા.

28 માર્ચે સવારે 11:45 વાગ્યે AAP સાંસદ સંજીવ અરોરા દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે પરિણીતી અને રાઘવનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, 'હું તમને બંનેને અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે, બંનેનો સાથ પ્રેમ અને આનંદથી ભરેલો રહે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.'

રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવ ઈંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારથી એકબીજાને ઓળખે છે. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે જ્યારે રાઘવે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. બંનેને ઈંગ્લેન્ડમાં 'ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ'થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 75 લોકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં બ્રિટિશ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું.


Post a Comment

0 Comments