World Most Popular Leader: PM મોદી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, વિશ્વના આ નેતાઓને છોડ્યા પાછળ- જુઓ સંપૂર્ણ યાદી


World Most Popular Leader: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના ઘણા નેતાઓને પાછળ છોડી દીધા છે. 'મોર્નિંગ કન્સલ્ટ' દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વેમાં પીએમ મોદીને 76% રેટિંગ મળ્યું છે, જ્યારે મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે બીજું સ્થાન મેળવ્યું છે.

તમને જણાવી દઈએ કે, 'મોર્નિંગ કન્સલ્ટ' એક ગ્લોબલ ડિસિઝન ઈન્ટેલિજન્સ ફર્મ છે. આ કંપનીનું કામ ગ્લોબલ લેબલ પર ડેટા ઇન્ટેલિજન્સનું છે. મોર્નિંગ કન્સલ્ટને સૌથી ઝડપથી વિકસતી ટેકનોલોજી આધારિત કંપની માનવામાં આવે છે. અહીં ટોચના 10 સૌથી લોકપ્રિય વિશ્વ નેતાઓની સૂચિ છે.


PM મોદી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા
નરેન્દ્ર મોદી (ભારત) 76%, એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર (મેક્સિકો) 61%, એન્થોની અલ્બેનીઝ (ઓસ્ટ્રેલિયા) 55%, એલેન બેર્સેટ (સ્વિટ્ઝર્લેન્ડ) 53%, લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા (બ્રાઝિલ) 49%, જ્યોર્જિયા મેલોની (આઇટા) 49%, જો બિડેન (યુએસએ) 41%, એલેક્ઝાન્ડ્રે ડી ક્રૂ (બેલ્જિયમ) 39%, જસ્ટિન ટ્રુડો (કેનેડા) 39%, પેડ્રો સાંચેઝ (સ્પેન) 38%.

રેટિંગ 22 થી 28 માર્ચ 2023 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત 
વેબસાઈટે જણાવ્યું છે કે, નવીનતમ રેટિંગ 22-28 માર્ચ, 2023 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. રેટિંગ દરેક દેશના પુખ્ત રહેવાસીઓની સાત-દિવસની સરેરાશ પર આધારિત છે, જેમાં દેશ પ્રમાણે નમૂનાના કદ અલગ-અલગ હોય છે. 5 માર્ચે સંસ્થા દ્વારા શેર કરાયેલ તેના અગાઉના સર્વેમાં, પીએમ મોદીએ 78% રેટિંગ સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.

મોર્નિંગ કન્સલ્ટે રવિવારે યાદી બહાર પાડી. કંપનીએ જણાવ્યું હતું કે તે વૈશ્વિક સ્તરે દરરોજ લગભગ 20,000 ઇન્ટરવ્યુ લે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં સરેરાશ કદ લગભગ 45,000 હોવાનું નોંધાયું હતું. અન્ય દેશોમાં નમૂનાનું કદ લગભગ 500-5,000 છે.

Tags

Post a Comment

0 Comments