ગુજરાત(gujarat): રાજ્યમાં AAPમાં મોટું ભંગાણ સર્જાયું છે. ફરી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત(SURAT)માં AAPને ઝટકો લાગતાં તેના વધુ 2 કોર્પોરેટરો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. માત્ર 6 દિવસ પહેલા જ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. આજરોજ વધુ બે કોર્પોરેટર કનુ ગેડિયા (Kanu Gedia) અને અલ્પેશ પટેલ (Alpesh Patel) ભાજપમાં જોડાઈ ગયા છે. આ રીતે હવે AAPના સભ્યોની સંખ્યા 27 થી ઘટીને 15 થઈ ગઈ છે.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટર અને પછી છ કોર્પોરેટર અને હવે 2 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ 12 કોર્પોરેટરે કેસરિયો ધારણ કરી લીધો છે.
27 બેઠકો જીતીને વિપક્ષી પાર્ટી બની હતી AAP
ફેબ્રુઆરી 2021 માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં, AAPએ શાનદાર પ્રદર્શન કર્યું અને 120 સભ્યોની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 27 બેઠકો જીતીને મુખ્ય વિરોધ પક્ષ બન્યો. ભાજપને 93 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખૂલી શક્યું ન હતું.
સુરતના ભાજપ કાર્યકરોએ બંને કોર્પોરેટરોને ભગવો પહેરાવ્યો
AAPના રાજ્ય એકમનો આરોપ છે કે ભાજપ તેના કોર્પોરેટરોને લાલચ અને ધમકાવી રહ્યું છે. AAP કોર્પોરેટર દિપ્તી સાકરિયાએ એક વિડિયો નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે તેમને રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ભાજપના મંત્રીના નિવાસસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં તેમને ભાજપમાં જોડાવાના બદલામાં પૈસાની ઓફર કરવામાં આવી હતી.
અમે ચૂંટણી જીત્યા ત્યારથી અમને ઓફર કરવામાં આવી રહી છે, એમ તેમણે આક્ષેપ કર્યો હતો. ભાજપ ઓફર કરી રહ્યું છે અને અનેક કોર્પોરેટરો તેની જાળમાં ફસાઈ રહ્યા છે. તેણે શાસક પક્ષમાં સામેલ થવાના બદલામાં 50 લાખ રૂપિયા લીધા છે. 6 દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં AAPના 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા.
અગાઉ ભાજપમાં સામેલ થયેલા AAPના 10 કોર્પોરેટરોના નામ
અશોક ધામી, વોર્ડ નં. 5, ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નં. 4, ઘનશ્યામ મકવાણા, વોર્ડ નં.4, વિપુલ મોવલિયા, વોર્ડ નં. 16, નિરાલી પટેલ, વોર્ડ નં. 5, કિરણ ખોખાણી, વોર્ડ નં. 5, સ્વાતિ ક્યાડા, વોર્ડ નં. 17, ભાવના સોલંકી, વોર્ડ નં. 2, રીટા ખેની, વોર્ડ નં. 3, જ્યોતિ લાઠીયા, વોર્ડ નં. 8