આજકાલ વધી રહેલા ચોરી અને લુંટના બનાવો દરમિયાન ફરીવાર સુરત(Surat)માંથી એક ચકચાર મચાવતો કીસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના લાલગેટ(Lalget) વિસ્તારમાં લીવ ઇનમાં રહેતી યુવતી ઘરમાં એકલી હતી તે દરમિયાન બે લૂંટારાઓ અચાનક જ ઘરમાં ઘુસી આવ્યા હતા.
લૂંટારાઓએ યુવતીનો ચહેરો દબાવી દીધો અને તેના બંને હાથ અને પગ સેલોફેન ટેપથી બાંધી દીધા અને બાદમાં પેઈસે ઓર દાગીના કહા હે? કહીને કેટલાક લોકો યુવતીને ઉપાડીને બીજા રૂમમાં લઈ ગયા. જ્યાં ખુલ્લા કબાટમાંથી રૂ.45 હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ મળી કુલ રૂ.2.39 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ લાલગેટ પોલીસ દ્વારા લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્ર(Maharashtra)ના શેગાગ ગામ, બુલઢાણાના વતની અને હાલમાં રહેમત એપાર્ટમેન્ટ, પોળ બદામીની, ખળકી બાગ, લાલગેટ નાણાવત પંડોળ ખાતે ડો. મોહસીન મોહમ્મદ યુસુફ શેખ, આફરીન અલીબેગ અમીરબેગ મિર્ઝા સાથે લિવ-ઇનમાં રહે છે.
બપોરે આફરીનબેન ઘરમાં સુતા હતા ત્યારે 2.30 વાગ્યાના સુમારે કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ બે અજાણ્યા શખ્સોમાંથી એકે પીળા ટી-શર્ટ અને માથા પર રૂમાલ બાંધ્યો હતો. ચહેરો જ્યારે એકે બ્લુ જીન્સ પહેર્યું હતું, જ્યારે બીજાએ બ્રાઉન ફોર્મલ અને માથા પર નમાજની સફેદ ટોપી પહેરેલી હતી.
બંને ઘરમાં પ્રવેશતા જ આફરીનબેનનું મોઢું દબાવી દીધું અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. બાદમાં તેને અન્ય રૂમમાં પલંગ પર જબરદસ્તી બેસાડીને તેના મોઢા અને હાથ-પગને સેલોટેપથી બાંધી 'પૈસે દાગીના કહા હૈ? કહીને અન્ય રૂમમાં લઈ જઈ કબાટમાંથી 4500 રોકડા, મોબાઈલ ફોન અને દાગીના એમ કુલ રૂ.2,39,500ની લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ આફરીનબેનને ઢીકમુક્કીનો માર માર્યો હતો. લૂંટારુઓએ તેને ‘પુલીસ મે કમ્પ્લેન કરેગી યા તુ બહાર નીકલેગી તો તુજે માર ડાલેંગે’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરનો દરવાજો બહારથી બંધ કરી ફરાર થઇ ગયા હતા.
આફરીનબેન ટેબલ પર પડેલ છરીથી સેલોટેપ કાપી નાખી બારી પાસે ગઈ હતી. આ દરમિયાન ઘરની નીચે રમતા બાળકોએ જોઈ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાઓને બોલાવી ઘરનો દરવાજો ખોલી મોઢા પર બાધેલ સેલોટેપ કાઢી હતી. આફરીનબેને બનાવ અંગે તેના પ્રેમી મોહશીન મોહમંદ યુસુફ શેખને ફોન કરી બોલાતા તેઓ ઘરે દોડી આવ્યા બાદ તેમની સાથે ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ આફરીનબેન ટેબલ પર પડેલા છરી વડે સેલોટેપ કાપીને બારી પાસે ગયા. આ દરમિયાન ઘરની નીચે રમતા બાળકોએ તેમને જોઇને એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓને બોલાવી અને ઘરનો દરવાજો ખોલી મોઢા પરની સેલો ટેપ કાઢી હતી. બનાવ અંગે તેના પ્રેમી મોહશીન મોહમંદ યુસુફ શેખને ફોન કરતાં તેઓ ઘરે આવી પહોચ્યા હતા અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.