3 વર્ષની દીકરીનો જન્મદિન બન્યો પિતાનો મૃત્યુદિન: સુરતમાં સૌ પ્રથમવાર પરિવારે કર્યું આંતરડાનું દાન- 4 લોકોને મળશે નવજીવન

મૂળ તેલંગાણા(Telangana)ના અને સુરત(Surat)ના ગોડાદરામાં રહેતા ચિત્તયલ પરિવારે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમની 3 વર્ષની પુત્રીનો જન્મદિવસ તેના પિતાના મૃત્યુનો દિવસ હશે. આ પરિવારના 32 વર્ષીય ભરતભાઈને માથાનો દુ:ખાવો થતાં નવી સિવિલ હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. 



ચિત્તયલ પરિવારે ભારે હૈયે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. બ્રેઈન ડેડ યુવકના આંતરડા, લીવર અને બે કિડનીનું દાન કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પડ્યું છે. ખાસ કરીને સુરત શહેરમાંથી આ પ્રથમ અંગદાન છે. આંતરડા મહારાષ્ટ્ર(Maharashtra)ના 40 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ભરતભાઈના ચાર અવયવોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. આ સાથે જ નવી સિવિલ(Civil)માં 21મું સફળ અંગદાન થયું છે.


મળતી માહિતી મુજબ, સુરતના ગોડાદરામાં આવેલી શંકરનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ સત્યનારાયણજી તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સુરતની એક ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરતા હતા. ગત 10મા દિવસે અચાનક તેને માથામાં અસહ્ય દુ:ખાવો ઉપડતાં તે બેહોશ થઈને જમીન પર પડી ગયા હતા. આથી પરિવારજનોએ તાત્કાલિક તેમને સુરતની નવી સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં આઈસીયુમાં ન્યુરો ફિઝિશિયન ડો. જય પટેલે સારવાર શરૂ કરી હતી. જ્યારે બે દિવસની સારવાર દરમિયાન તેના સ્વસ્થ થવાની કોઈ શક્યતા ન જણાતાં તબીબોની ટીમ દ્વારા તેને 12મી તારીખે બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના અમૂલ્ય અંગોના દાનથી જરૂરિયાતમંદોને નવું જીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારના સભ્ય ડો.નિલેશ કાછડિયાએ અંગદાન વિશે માહિતી આપી હતી.


સંબંધીઓએ જણાવ્યું કે, તેમણે અખબારો અને ન્યૂઝ ચેનલોમાં અંગદાન વિશે ઘણી વખત વાંચ્યું અને જોયું છે. અંગદાન કરવાથી બીજાને જીવન મળે છે એવી આપણી સામાન્ય સમજ છે. આપણા સ્વજનો કે જેઓ હવે આ દુનિયામાં નથી પરંતુ અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાતમંદ લોકોના શરીરમાં રહે છે તેનાથી મોટી સેવા શું હોઈ શકે? અન્ય જરૂરિયાતમંદ પરિવારોના બાળકો તેમના પિતાનો આશ્રય ન ગુમાવે તેવી લાગણી વ્યક્ત કરી અંગદાન માટે આગળ વધવા સંમતિ આપી હતી.


જાણવા મળ્યું છે કે, ભરતભાઈને બે દીકરીઓ છે, પાંચ વર્ષની ઉન્નતિ અને ત્રણ વર્ષની સાનવી. પિતા સત્યનારાયણ મજૂર છે જ્યારે માતા શકુંતલાબેન અને પત્ની અમિતાબેન ગુહિણી. 12 એપ્રિલના રોજ ત્રણ વર્ષની સાનવીનો જન્મદિવસ હતો, પરંતુ જ્યારે પિતા ભરતભાઈએ જન્મદિવસની ઉજવણી પહેલા પરિવારની છેલ્લી રજા લીધી ત્યારે સંમતિ મળ્યા બાદ સોટો અને નોટોની માર્ગદર્શિકા મુજબ અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


આજ રોજ અમદાવાદની IKDRC-ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યાં હતાં તેમજ આંતરડાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહારાષ્ટ્રના 40 વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે લઈ જવામાં આવ્યાં હતાં. સુરત પોલીસે અંગો લઈ જવા ગ્રીન કોરિડોર બનાવી ઉમદા સહયોગ આપ્યો હતો.

જણાવી દઈએ કે, આજે અમદાવાદની IKDRC-ઇન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની એક ટીમ સુરત સિવિલમાં આવી હતી અને બ્રેઇન ડેડ યુવકની બે કિડની, એક લિવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ અને આંતરડા મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં 40 વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ માટે લઇ ગયા હતા. સુરત પોલીસ દ્વારા અંગોના પરિવહન માટે ગ્રીન કોરિડોર બનાવીને ઉદાર સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
Tags

Post a Comment

0 Comments