દિલ્હીની મેટ્રોમાં બિકીની ગર્લ બાદ ન્યૂયોર્કની મેટ્રોમાં બધાવચ્ચે યુવક કપડાં કાઢીને... -વિડીયો જોઇને તમે પણ શરમાઈ જશો

તમે બધા જાણતા જ હશો કે આજકાલ દિલ્હી મેટ્રો(Delhi Metro)ની ખૂબ જ ચર્ચા છે.  મુસાફરો સ્ટંટીંગ, લડાઈ અને તેમના 'વિચિત્ર' પોશાક માટે પણ ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર મેટ્રોનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક મેટ્રોની અંદર નહાવા લાગે છે. 

દિલ્હી મેટ્રોમાં આ અજીબોગરીબ કૃત્ય થયાને થોડા દિવસો જ થયા હતા કે હવે અમેરિકા(America)થી આવો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને તમારું મોં ખુલ્લું રહી જશે. સોશિયલ મીડિયા પર હાલમાં જે વીડિયો (New York subway Bathing Video) ચર્ચામાં છે તે અમેરિકાના ન્યૂયોર્ક સીટી(New York City)ની મેટ્રો ટ્રેનનો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેટ્રોમાં એક વ્યક્તિ તેની ટ્રોલી બેગ સાથે હાજર છે.

 

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવક ચાલતી મેટ્રોમાં તેના તમામ કપડા ઉતારે છે. બાદમાં સુટકેસ ખોલે છે. સૂટકેસની અંદર પાણી નાખે છે. બાદમાં તે નાહવાનું શરૂ કરે છે. આ જોઈને બધા મુસાફરો પોતાની સીટ છોડીને દૂર જવા લાગે છે. તમે આ વિડિયોમાં જોઈ શકો છો કે, યુવક બેદરકારીથી મેટ્રોમાં સ્નાન કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો ભારતનો નથી પરંતુ કોઈ અન્ય દેશનો છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ પ્રિન્સ ઝી તરીકે થઈ છે, જે કન્ટેન્ટ સર્જક છે અને તેણે ગયા વર્ષે નવેમ્બરમાં તેના સત્તાવાર ફેસબુક હેન્ડલ પર ક્લિપ પોસ્ટ કરી હતી. વીડિયો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે આ જનરેશન ધ્યાન ખેચવા માટે કંઈ પણ કરી શકે છે. 

માતા-પિતા....કૃપા કરીને તમારા બાળકો પર ધ્યાન આપો જેથી તેઓ આ પ્રકારની મૂર્ખતા કરવાનું બંધ કરે. એક યુઝરે લખ્યું કે, તેની અસર હવે ભારતમાં પણ દેખાઈ રહી છે. એક યુઝરે લખ્યું કે, લોકો માત્ર લાઈક્સ અને વ્યુઝ માટે કંઈ પણ કરે છે. એક યુઝરે લખ્યું કે, હું પાગલ છું કે હું તેની પીઠ પર થપથપાવવા માટે ત્યાં નહોતો.


Post a Comment

0 Comments