ભિખારીના બેંક ખાતામાંથી એટલા રૂપિયા મળી આવ્યા કે.., આંકડો જાણીને પોલીસ પણ ગોટે ચડી



સામાન્ય જીવનમાં ભાગ્યે જ કોઈ ભિખારીને બેંકમાં એકાઉન્ટ હશે. કોઈ દિવસ તેમને રોટલી નસીબમાં મળે છે, તો ક્યારેક નથી પણ મળી. ક્યારેક તેમને વાસી ખાવાનું ખાઈને જ દિવસ પસાર કરવો પડે છે. પરંતુ લેબનાનની જે ભીખ માંગનારી મહિલાની કહાની દુનિયાની સામે આવી છે અને તે આવી ગરીબ અને લાચાર નથી.

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર ભિખારીઓની ચર્ચા થઈ હતી જ્યારે એક વ્યક્તિએ લખ્યું હતું કે તેનો નવા વર્ષનો સંકલ્પ છે કે તે ભિખારીઓને પૈસા નહીં આપે. કારણ કે ભીખ માંગનાર આ ભીખરીના બેંક એકાઉન્ટથી એટલા પૈસા નીકળ્યા છે કે, બેંકમાં પૈસાની ઘટ પડી ગઈ.

કેવી રીતે ચર્ચામાં આવી ઘટના?
વાસ્તવમાં, જ્યારે આ યુઝરે સોશિયલ મીડિયા પર આ લખ્યું ત્યારે લોકો તેના પર ગુસ્સે થઈ ગયા. તેણે થોડા સમય પછી પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું પરંતુ થોડા સમય માટે ભિખારી ટ્રેન્ડ થવા લાગ્યો. કેટલાક લોકો આની તરફેણમાં જોવા મળ્યા તો કેટલાક તેની વિરોધમાં જોવા મળ્યા. તે જ સમયે, કેટલાક લોકોએ ભિખારીઓની વાતો વાયરલ કરવાનું શરૂ કર્યું. આમાં, એક ભિખારીની કહાની જાણવા મળી, જે માત્ર નામથી જ ભિખારી છે. તેની પાસે અબજોની સંપતિ છે. 

વાસ્તવમાં આ ભિખારીની કહાની લેબનોનના એક શહેરની છે. અને આ ત્રણ વર્ષ જૂની કહાની છે જે હવે ફરી ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભિખારી તે શહેરના ઘણા વિસ્તારોમાં ભીખ માંગતો હતો. પછી અચાનક એક દિવસ કંઈક એવું બન્યું કે તે બેંક પહોંચ્યો અને તેના બીજા ખાતામાં કેટલાક પૈસા ટ્રાન્સફર કરવા લાગ્યો .

તે પછી તે બેંકમાં રોકડની સમસ્યા ઊભી થઈ જ્યારે બધાને તેની ખબર પડી તો બધા ચોંકી ગયા કે, આટલા પૈસા કેવી રીતે આવ્યા. કહેવામાં આવ્યું હતું કે, તેના ખાતામાં કરોડો રૂપિયા હતા. જો કે, આ પહેલો કિસ્સો નથી કે જ્યારે ભિખારીઓ પાસે આટલી મોટી સંપત્તિ સામે આવી હોય. ભારતના ઘણા શહેરોમાંથી આવી કહનીઓ સામે આવી છે જ્યારે ભિખારીઓ પાસેથી એટલા પૈસા અને ઘરેણાં મળી આવ્યા છે કે અધિકારીઓના હોશ ઉડી ગયા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ભિખારીઓને પૈસા આપવાને લઈને લોકોના અભિપ્રાય આપી રહ્યા છે.કેટલાક લોકોનું માનવું છે કે, જો કોઈ આપી શકતું હોય તો પૈસા આપવા જોઈએ. તો કેટલાકનું કહેવું છે કે, કામ કરીને પૈસા કમાવા જોઈએ.

Post a Comment

0 Comments