મણીધર બાપુ કે જેઓ કચ્છમાં આવેલા મોગલ ધામે બિરાજમાન છે. જેમણે યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે, બેટા શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે તેનું 4 થી 5 તોલા ઘરેણું ઘરમાં ખોવાય ગયું હતું. તેથી પરિવાર ખુબ જ હેરાન પરેશાન હતું. ઘણી જગ્યા એ જોયું છતાં ક્યાંય ભાળ થઇ નહિ તેથી તેને મનમાં ધારી લીધું અને મોગલ માં ની માનતા માની.
તો એ જ દિવસે એ પરિવારને ઘરમાંથી જ 4 થી 5 તોલા સોનું મળી ગયું. જેથી એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 21000 રૂપિયા લઈને આવી પહોચ્યો. મણીધર બાપુ એ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલ પર માત્ર વિશ્વાસ રાખવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.
મણીધર બાપુએ એ 21000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરી ને પરત આપી અને કહ્યું કે આ પૈસા માંથી સાડા દસ હજાર તારી દીકરી અને તારી જ કાકાની દીકરીને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલને આવી કોઈ ભેટ કે દાનની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે.