OMG: રાતોરાત આ ટેક્સી ડ્રાઈવર બની ગયો કરોડપતિ, જાણો શું છે સમગ્ર કહાની...
આજે અમે તમને એક ચોંકાવનારો કિસ્સો જણાવવા જાઈ રહ્યા છીએ. જેમાં એક ટેક્સી ડ્રાઈવરનું નસીબ રાતોરાત બદલાઈ ગયું. તે એક જ ઝાટકે કરોડપતિ બની ગયો. તે 2 કરોડ 80 લાખ રૂપિયાનો માલિક બની ગયો. ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે, આટલી મોટી રકમની માલિક બનવા પાછળ તેની દિવંગત પત્નીની મહત્વની ભૂમિકા છે. તેણે તેની પત્નીના નંબરનો ઉપયોગ કરીને લોટરીની ટિકિટ ખરીદી હતી.
TheThaigerના અહેવાલ અનુસાર, આ ઘટના થાઈલેન્ડના બેંગકોકની છે. લોટરી જીતનાર વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. જોકે, ઈનામ જીત્યા બાદ તેણે મીડિયાને કહ્યું કે તે હવે આ રકમનો ઉપયોગ લોનની ચુકવણી અને તેની પુત્રીને સારું જીવન આપવા માટે કરશે.
ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે, ગયા અઠવાડિયે જ તેની પત્નીનું નિધન થયું હતું. આવી સ્થિતિમાં પત્નીની ઉંમરના નંબરનો ઉપયોગ કરીને તેણે લોટરીની બે ટિકિટ ખરીદી હતી. બંને ટિકિટ એક જ નંબરની હતી. સદભાગ્યે તે નંબર માટે લોટરી લાગી અને ડ્રાઈવરે 12 મિલિયન Baht જીત્યા. ભારતીય ચલણમાં આ લગભગ 2 કરોડ 80 લાખ રૂપિયા છે.
ઇનામ જીત્યા બાદ, ટેક્સી ડ્રાઇવરે તેની પુત્રીને ગળે લગાવી. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરો એ ભાવનાત્મક ક્ષણની સાક્ષી છે.
સ્થાનિક પત્રકારોએ જ્યારે પૂછ્યું કે, શું હવે તે ટેક્સી ડ્રાઈવરની નોકરી છોડી દેશે? વ્યક્તિએ કહ્યું- તે હજુ ચોક્કસ કહી શકું નહિ. સૌ પ્રથમ હું પૈસાને ગળે લગાવવા માંગુ છું. હાલ ટેક્સી ડ્રાઈવર કરોડપતિ બનવાના સમાચાર લોકોમાં ચર્ચાનો વિષય છે.