હાલમાં ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં તુનિષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટના સમયે તે મેક-અપ રૂમમાં હતી. ગેટ અંદરથી બંધ હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્ટાફ અને સાથીદારો પાસેથી માહિતી લેવામાં આવી રહી છે. તુનિષા શર્મા ટીવી સીરિયલ અલી બાબા દાસ્તાન-એ-કાબુલ અને કેટરિના કૈફની ફિલ્મ ફિતુર પછી ચર્ચામાં આવી હતી. હાલમાં તે અભિનેતા શિવિન નારંગ સાથે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહી હતી.
કહાની-2 અને ફિતૂરમાં કરેલું કામ તુનીષા શર્મા યુવા કેટરીના કૈફ તરીકે ફિતુર અને બાર બાર દેખો જેવી ફિલ્મોમાં ચર્ચામાં આવી હતી. આ સાથે તેણે વિદ્યા બાલનની ફિલ્મ કહાની-2માં કામ કર્યું હતું. તે ઈન્ટરનેટ વાલા લવ, ઈશ્ક સુબલ્લાહ, ગયાબ, શેર-એ-પંજાબ મહારાજા રણજીત સિંહ જેવા શોમાં પણ જોવા મળી હતી. પોતાની કારકિર્દીમાં આગળ વધીને તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું. ટીવીની જેમ તેને ફિલ્મોમાં પણ સફળતા મળી.
તુનિષાની આત્મહત્યાથી ચાહકો પણ આશ્ચર્યચકિત છે. બનાવ અંગે સવાલો ઉઠી રહ્યા છે. શું કારણ હશે કે, તુનીષાએ અચાનક આટલું મોટું પગલું ભરવું પડ્યું? તુનિષાને શું તકલીફ હતી. તુનિષા વિશે હાલ કોઈ કંઈ કહેવા તૈયાર નથી. એવી અપેક્ષા છે કે, અભિનેત્રીની આત્મહત્યાને લગતા તમામ પ્રશ્નોના જવાબ ટૂંક સમયમાં મળી જશે.