માં મોગલ પૂરે છે સાક્ષાત પરચા: ધંધામાં બરકત થતાંની સાથે જ માનેલી માનતા પૂરી કરવા યુવક આવી પહોંચ્યો કબરાઉ ધામ

 


કોઢી એ દાણા અને ખિસ્સામાં નાણા કોઈ દિવસ ખૂટવા ના દે તે માં મોગલ! માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ તો દયાળી છે, તેમને યાદ કરતા જ માં મોગલ મદદ માટે આવી પહોંચે છે. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. આજ દિન સુધી માં મોગલ એક ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે, તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

માં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે અને માં મોગલ ની વિદેશ સુધી ખ્યાતિ ફેલાયેલી છે. એવામાં જ હાલ આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં વડોદરા થી હર્ષ પટેલ નામનો એક યુવક 8000 રૂપિયા લઈને માં મોગલ ની માનતા પૂર્ણ કરવા કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા. માં મોગલ ના ચરણો માં 8000 રૂપિયા અર્પણ કરવાની માનતા માની હતી.

કબરાઉ ધામ માં મોગલ ના સાનિધ્યમાં મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે યુવકને મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવક કે કહ્યું કે તેઓ ટ્રાવેલ્સ નો ધંધો કરતા હતા. તેમાંથી તેમણે પોતાની ગાડી ચાલવાની શરૂઆત કરી ત્યારે માં મોગલ ની માનતા માની હતી કે પહેલું ભાડું માં મોગલ ના ચરણે અર્પણ કરવા આવીશ જે એ યુવક અર્પણ કરવા આવી પહોંચ્યો.  

મણીધર બાપુ ના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુ એ કહ્યું કે બેટા આ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો. તેથી જ માં મોગલે તમારી માનતા  પૂર્ણ થાય છે.અને આ કોઈ ચમત્કાર નથી.મણીધર બાપુ એ વિશેષ માં જણાવ્યું કે કોઈ પણ અંધશ્રદ્ધા માં માનવું ન જોઈએ માત્ર માં મોગલ પર વિશ્વાસ માત્ર થી ભક્તો ની સમસ્યા દુર થાય છે.મણીધર બાપુ એ એ યુવક ને 8000 રૂપિયા માં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું આ રૂપિયા તારી ફઈને આપજે માં મોગલ રાજી થશે અને માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી. એતો માત્ર ભક્તો ના ભાવ ના ભૂખ્યા છે.અને કહેવાય છે કે આ દુનિયા નો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

Tags

Post a Comment

0 Comments