Neeraj Chopra એ ફરી વધાર્યું ભારતનું ગૌરવ- જેવલિન થ્રો વર્લ્ડ રેન્કિંગમાં bબન્યો નંબર-1 પ્લેયર

Neeraj Chopra Ranking: ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા(Neeraj Chopra)એ ફરી એકવાર ઈતિહાસ રચીને ભારતનું નામ રોશન કર્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા હવે ભાલા ફેંકની રેન્કિંગમાં નંબર 1 એથ્લેટ બની ગયો છે. તેણે સોમવારે (22 મે)ના રોજ આ સિદ્ધિ મેળવી હતી.

વાસ્તવમાં, વર્લ્ડ એથલેટિક્સે તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં નીરજ ચોપરા પુરુષોની ભાલા ફેંક રેન્કિંગમાં નંબર-1 બની ગયો છે. આ ભારતીય સ્ટારે પ્રથમ વખત આ રેન્કિંગ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે.

નીરજે આ દિગ્ગજોને હરાવી ટોપ-5માં મેળવ્યું સ્થાન 

વર્લ્ડ એથ્લેટિક્સની તાજેતરની રેન્કિંગ અનુસાર, નીરજ ચોપરાના હાલમાં 1455 પોઈન્ટ છે, જે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ કરતા 22 પોઈન્ટ વધુ છે. નીરજે જર્મનીના એન્ડરસન પીટર્સને હરાવ્યો છે. એન્ડરસનના હાલ 1433 પોઈન્ટ છે. ટોપ-5 રેન્કિંગમાં પાકિસ્તાનનો અરશદ નદીમ પણ છે.

વર્લ્ડ રેન્કિંગમાં નીરજ અને એન્ડરસન પછી ત્રીજા નંબર પર ચેક રિપબ્લિકનો જેકોબ વાડલેજ છે, જેમના 1416 પોઈન્ટ છે. ચોથા નંબર પર જર્મનીના જુલિયન વેબર છે, જેમના હાલ 1385 પોઈન્ટ છે. નંબર-4 પર 1306 માર્ક્સ સાથે અરશદ નદીમનો કબજો છે. નીરજ અને અરશદમાં ઘણો તફાવત છે.

જેવલિન થ્રો રેન્કિંગના ટોપ-5 પ્લેયર

નીરજ ચોપરા (ભારત) - 1455 પોઈન્ટ

એન્ગરસન પીટર્સ (જર્મની) - 1433 પોઈન્ટ

જેકબ વડલેજચ (ચેક રિપબ્લિક) - 1416 પોઈન્ટ

જુલિયન વેબર (જર્મની) - 1385 પોઈન્ટ

અરશદ નદીમ (પાકિસ્તાન) - 1306 પોઈન્ટ

હવે નેધરલેન્ડમાં એક ટુર્નામેન્ટમાં ભાગ લેશે Neeraj Chopra

તમને જણાવી દઈએ કે નીરજ ચોપરાએ દોહામાં આયોજિત ડાયમંડ લીગ ચેમ્પિયન બનીને પોતાની 2023 સીઝનની શરૂઆત કરી હતી. આ ટુર્નામેન્ટમાં નીરજે રેકોર્ડ 88.67 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ તેની આગામી ટુર્નામેન્ટ નેધરલેન્ડના હેંગલોમાં રમવાની છે. આ ટુર્નામેન્ટ ફેની બ્લેન્કર્સ-કોએન ગેમ્સ છે, જે 4 જૂનથી શરૂ થશે. આ પછી નીરજે 13 જૂને ફિનલેન્ડના તુર્કુમાં યોજાનારી પાવો નુર્મી ગેમ્સમાં પોતાનું કૌશલ્ય બતાવવાનું છે.

નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને ઈતિહાસ રચ્યો હતો. તે જેવલિન થ્રોમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. આ સિદ્ધિ પછી નીરજની અદ્ભુત સફર ચાલુ છે. આ વર્ષે તેણે ડાયમંડ લીગ જીતીને ઈતિહાસ રચ્યો અને હવે તે વિશ્વનો નંબર 1 ભાલા ફેંકનાર બની ગયો છે.

Post a Comment

0 Comments