આજકાલ અકસ્માત(Accident)ના બનાવો સતત વધી રીયા છે ત્યારે ગુજરાત(Gujarat)માંથી ફરીવાર એક ચકચાર મચાવતો અકસ્માત સામે આવ્યો છે. જેમાં રાજકોટ(Rajkot)નાં જેતપુર(Jetpur)માં સ્કૂલ બસ(school bus)ની અડફેટે એક બાળકીનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ધોરાજીનાં ફરેણી ખાતે આવેલી સ્વામીનારાયણ સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી બાળકીને તેની સ્કૂલની બસ મુકવા આવી હતી. ત્યારે સ્કૂલ બસની અડફેટે આવી જતાં 9 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ આ હિચકારી ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા(Social media)માં ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, ફરેણીની સ્વામિનારાયણ સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલ બસ દ્વારા તેની સ્કૂલેથી પરત ફરી રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થિનીનું ઘર આવતાં ડ્રાઇવરે સ્કૂલ બસને રોકી હતી અને તરત જ વિદ્યાર્થિની બસમાંથી નીચે ઉતરીને તેના ઘર તરફ ચાલવા લાગી હતી. યુવતી જ્યારે બસની સામેથી પસાર થવા ગઈ ત્યારે બસના ડ્રાઈવરે બસ હાંકી મુકતા ટાયર નીચે આવી જતાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે. જેમાં છોકરી સ્કૂલ બસમાંથી ઉતરે છે અને તે બસની આગળ ચાલવાનો પ્રયાસ કરે છે. ત્યાં બસ ડ્રાઈવરને ખ્યાલ જ ન રહ્યો કે યુવતી સામેથી જઈ રહી છે, બસના આગળના ટાયર ફરવા છતાં બસ ડ્રાઇવરને ખ્યાલ નથી આવતો કે બસનું પાછળનું ટાયર પણ યુવતી પર ફરી વળે છે. આ પછી બસના ડ્રાઈવરે આગળ જઈને બસ રોકી હતી, પરંતુ ત્યાં સુધીમાં ભારે ટાયર બે વાર બાળકી પર ફરી વળતા યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જાણવા મળ્યું છે કે, અકસ્માત બાદ બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબ દ્વારા આ અકસ્માતમાં ફોરેન્સિક પીએમ કરાવવાનું કહેતા મામલો બીચકયો હતો. ત્યારે જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયા તાત્કાલીક જેતપુર સરકારી દવાખાને પહોંચી ગયા હતા. જે બાદ પરિવાર સાથે ઉભા રહીને રાડિયાએ સિવિલના તબીબને આકરા શબ્દોમાં ફટકાર લગાવી હતી અને અપશબ્દો બોલીને તાત્કાલિક પી.એમ કરાવવા માટે ધમકાવ્યા હતા. સિવિલ સુપ્રિટેન્ડેન્ટને તાત્કાલિક તબીબની બદલી કરવા જણાવાયું હતું. જે બાદ તબીબે તાત્કાલિક બાળકીનું પીએમ કર્યું હતું.
મીડિયા સાથે વાત કરતા જયેશ રાડિયાએ જણાવ્યું કે, બાળકીનું મોત અકસ્માતમાં થયું છે. ગામના આગેવાનો અને પરિવારજનોને પ્રાથમિક તપાસ માટે પહેલા ધોરાજી અને બાદમાં જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અકસ્માત જેતપુર ગુંદળા તાલુકાનો હોવાથી જેતપુર સિવિલમાં આવ્યા હતા. જેથી ફરજ પરના તબીબે જણાવ્યું હતું કે, બાળકીનું મૃત્યુ થયું છે જેમાં મને શંકા છે. જે માટે મારે રાજકોટ મોકલવો પડશે તેવા બહાના બનાવી પીએમ કરવાની ના પાડતા હતી.
જ્યારે CCTV ફૂટેજ સામે આવ્યા ત્યારે બાળકીનું સ્કૂલ બસમાંથી નીચે ઉતરતી વખતે મોત થયું હતું. જે સોશિયલ મીડિયા પર પણ આવી ગયું હતું. તે છતાં ત્રણ કલાક રાહ જોયા બાદ પણ તબીબોએ પીએમ કરવાની ના પાડી દીધી હતી. જેની માહિતી અમારા ગામના સરપંચ અને આગેવાનોએ આપી હતી. તેથી જો આવી ઘટનાઓ કુદરતી રીતે બને છે, તો અમારે ડૉક્ટરોને કહેવું પડે છે. તો મેં ડોક્ટરને મારી જ ભાષામાં જવાબ આપ્યો છે અને બાળકીનું પીએમ કરવામાં આવ્યું છે.