Tunisha Sharma ના પરિવારજનોએ શીજાન પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું- 'એક-બે નહીં ઘણી છોકરીઓ સાથે...'



ટીવીથી લઈને સોશિયલ મીડિયા સુધી, દરેક પ્લેટફોર્મ પર તુનિષા શર્મા આત્મહત્યા કેસની ચર્ચા થઈ રહી છે. આ કેસ સાથે જોડાયેલું એક મહત્વનું નામ છે શીજાન મોહમ્મદ ખાન. લોકપ્રિય અભિનેત્રી તુનીષા શર્માના પરિવારજનોએ શીજાન ખાન વિશે મોટો ખુલાસો કર્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો...

શીજાન પર આપ્યું મોટું નિવેદન
તુનિષા શર્માએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેના પરિવારજનોને વિશ્વાસ નથી આવી રહ્યો કે, તેના ઘરની દીકરીએ આત્મહત્યા જેવું મોટું પગલું ભરવાનું વિચાર્યું હતું. અભિનેત્રીના પરિવારે કો-એક્ટર ઝીશાન ખાન વિશે ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે તુનિષા સાથે રિલેશનશિપમાં હતો ત્યારે પણ અભિનેતાના ઘણી છોકરીઓ સાથે સંપર્ક હતો.

નજીકના લોકો આઘાતમાં... 
તમને જણાવી દઈએ કે, આ કથિત આત્મહત્યા કેસમાં શીજાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ આત્મહત્યા કરનાર અભિનેત્રીના પરિવારજનોની વાત કરીએ તો તેઓ હજુ સુધી આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. જોકે પરિવારજનોએ પોલીસ પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, આરોપી જે પણ હશે તેને સજા થશે તેવી આશા વ્યક્ત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શીજાનના અન્ય યુવતીઓ સાથે સંપર્કમાં આવવાને કારણે તુનીશા ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

ટૂંક સમયમાં ઉકેલાસે કેસ
16 ડિસેમ્બરે જ્યારે તુનિષાને ખબર પડી કે શીજાન તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે, ત્યારે તેને ચિંતાનો હુમલો આવ્યો. તમને જણાવી દઈએ કે તુનીશાના અંતિમ સંસ્કાર 27 ડિસેમ્બરે કરવામાં આવશે. હાલ પોલીસ આ કેસને વહેલી તકે ઉકેલવા પ્રયાસ કરી રહી છે.

Post a Comment

0 Comments