સ્વસ્થ રહેવા માટે આપણ બધા દરરોજ ફળ ખાઈએ છીએ. પરંતુ, મોટા ભાગના લોકો નહિ જાણતા હોય કે, દાડમ એક સુપર ફ્રૂટ છે. જે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. શું તમે જાણો છો કે દાડમ કોમળ, ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે નેચરલ બ્યુટી પ્રોડક્ટ તરીકે પણ કામ કરે છે. દાડમ વિટામિન સી, એન્ટીઑકિસડન્ટો અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે ત્વચા પર ઉપયોગમાં લેવાથી ચહેરાને હાઇડ્રેટેડ રાખે છે. આવો જાણીએ, સ્વસ્થ ત્વચા માટે દાડમના ઉપયોગની રીત...
ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવા દાડમ અને મધ-
તમારી ત્વચાને લાંબા સમય સુધી હાઈડ્રેટ અને મોઈશ્ચરાઈઝ રાખવા માટે દાડમના દાણામાંથી સ્મૂધ પેસ્ટ તૈયાર કરો અને તેમાં મધ મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો. આ ફેસ પેકને લગભગ 30 મિનિટ સુધી ચહેરા પર રાખો અને પછી તેને નવશેકા પાણીથી સાફ કરી લો.
પિમ્પલ્સ માટે દાડમ અને ગ્રીન ટી ફેસ પેક -
પિમ્પલ્સ અને ખીલથી રાહત મેળવવા માટે, દાડમના બીજને પીસીને, તેમાં બે ચમચી દહીં, એક મોટી ચમચી મધ અને ગ્રીન ટીનું એક નાનું પેકેટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તમામ ઘટકોની પેસ્ટ બનાવીને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને 5 થી 10 મિનિટ સુધી મસાજ કર્યા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
દાડમ અને કોકો પાઉડરથી એન્ટિએજિંગ ફેસ માસ્ક બનાવો -
દાડમ અને કોકો પાવડર બંનેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો છે, જેના ઉપયોગથી ત્વચા ચુસ્ત અને જુવાન રહે છે. દાડમના દાણાની સ્મૂધ પેસ્ટ બનાવો અને પાણીમાં કોકો પાવડર મિક્સ કરો. આ ફેસ માસ્કને ચહેરા પર રહેવા દો અને સુકાઈ ગયા પછી તેને ઠંડા પાણીથી સાફ કરી લો.